રેડિયો-ટૉક 16-06-1980
- Home
- બ્લોગ
- રેડિયો-ટૉક 16-06-1980
માનવ સંકસ્કૃતિના લગભગ ઉદયકાળથી જ માનવસમાજે સત્ય ની પ્રતિષ્ઠા કરેલી છે. આપણા તહેવારો, વ્રતો અને જીવન વ્યવહારોની પાછળ કોઈને કોઈ રીતે સત્યની પ્રતિષ્ઠા કરવાનો ઇલમ છુપાયેલો છે. પરંતુ કાળના વહેવા સાથે તહેવારો, વ્રતો અને વ્યવહારો કેવળ રૂઢિ અને આચારો બની ગયા છે. આપણા શાસ્ત્રકારોએ ઈશ્વરને સત્ય તરીકે ઓળખાવ્યો પરંતુ ગાંધીજી એ સૂત્રમાં ફેરફાર કરીને સત્યને જ ઈશ્વર કલ્પ્યું છે.
છતાં સત્ય એકાંતિક હોઈ શકે ખરું? એવો પ્રશ્ન ઘણા ના મનમાં ઉદભવે. જુદા જુદા ધર્મો, એકજ ધર્મ ના જુદા જુદા સંપ્રદાયો ભિન્ન ભિન્ન સત્યને આધારે છે. એ એકને મન સત્ય છે તે કદાચ બીજાને મન સત્ય નથી પણ હોતું, છતાં આ બધાજ પોતે જેને સત્ય મને છે તેની આરાધના તો કરે જ છે. હિન્દૂનીતિશાસ્ત્રે સત્યનો વ્યાપક અર્થ કરેલો છે. મહાભારતે તો સત્યના દરેક પ્રકારો પણ કલ્પેલા છે. આ બધા તપારોએ તો ક્યારેક પરસ્પર ભિન્ન વસ્તુઓને [ણ સત્યમાં સમાવેશ થતો દેખાય છે.
સત્ય નો અર્થ યથાર્થ કથન એવો થાય છે. જ વસ્તુ જેવી બની હોય તેવી ને તેવી કહેવી એ યથાર્થ કઠણ છે. સત્યનો બીજો અર્થ આ સૃષ્ટિ નું નિયમન કરનાર પરમ તત્વ-ઋત થાય છે. “સત્યથી જ સૂર્ય ઉગે છે.” “સત્ય થીજ પૃથ્વી સૌને ધારણ કરે છે.” એવા શસ્ત્રાદેશો છે. અહીં સત્યને અપને ઊંચે-ઘણા ઊંચે દરજ્જે લઇ જઈએ છીએ; સત્ય નો ત્રીજો અર્થ પ્રતિજ્ઞાપાલન એવો અર્થ થાય છે. પોતે આપેલું વચન કે લીધેલી પ્રતિજ્ઞા પાળવા માતે જ કઈ વેઠવું પડે તો તે વેઠીને પણ તેનું પાલન કરવું એને સત્યના પર્યાય તરીકે ગણવામાં આવે છે. આ જ સંદર્ભમાં સત્યવાદી હરિશ્ચંદ્ર, દાનેશ્વરી કર્ણના કથાનકો અપને ત્યાં સુપ્રસિદ્ધ છે. આ સિવાય અપને વિજ્ઞાન ના સત્ય ની વાતો કરીએ છીએ. આમ સત્ય નું સ્વરૂપ બહુમુખી છે. અને એ બધા અર્થોનો સમન્વય કરવાને માટેજ આપણા શાસ્ત્રકારોએ કહ્યુ છે “એક સત વિપ્રા બહુધા વદન્તિ .”
આમ છતાં જનસસમુદાય તો સત્યને કેવળ ધર્મ અને સદાચારના પર્યાયરૂપે જ જુએ છે. એનું સરસ ઉદાહરણ આપણા સમાજમાં અતિશય પ્રચલિત એવા “સત્યનારાયણના વ્રત” દ્વારા મળે છે. ગુજરાત અને મહારાષ્ટ્ર માં ઘેર ઘેર પ્રચલિત આ વ્રત સો કે સવાસો વર્ષ થી વધારે જૂનું નથુ એમ પૂરણશાસ્ત્ર ના જાણકારો કહે છે. આ તો પાંચ અધ્યાય ની આ સત્યનારાયણ નું કથા એક કપોલકલ્પિત બાળવાર્તા જેવી કથા છે. છતાં એને સત્યની આરાધના ના વ્રત તરીકે ઓળખી શકાય અને ને સહેતુક પણ છે. આ વ્રત ના સત્યરૂપી ઈશ્વરનું પૂજા,તે અંગેનું કથાશ્રવણ અને પ્રસાદભક્ષણ એમ ત્રણ મુખ્ય અંગો છે.
મનુષ્ય ને સત્યના પથ ઉપરથી ચળાવનાર વૃત્તિ ને લોભવૃત્તિ છે અને એની સામે પ્રતિકાર રૂપ જેં બીજી
વૃત્તિ છે તે ભયની છે. કથાકારે સાધુવાણીયાનું રૂપક લઈને મનુષ્ય સ્વભાવ માં રહેલી પાયા ની આ બે વૃત્તિ ના આધારે સત્ય નો મહિમા ગાયો છે.
છતાં સત્યનારાયણ ના વ્રત નો માનવજીવન માટે ઘણો મોટો અર્થ છે. નાનીનાની વાત માં જૂઠું બોલવું, લોભવૃત્તિને વશ થઇ સારાસારનો વિચાર કર્યા વિના સંપત્તિ પાછળ દોટ મુકવી, હેતુ થી પ્રેરાઈને અસત્યનો આશ્રય લઇ પરકાની સંપત્તિ પડાવી લેવી એ જે જનસમાજમાં સાધારણ રીતે જોવા મળે છે તેનો પ્રતિવાય આ વ્રતમાં છે.
સત્ય નો અપને જે અર્થ કરતા હોઈએ તે એ એકાંતિક હોય કે ન પણ હોય છતાં એનો એક અર્થ તો માનવહ્રદયમાં અને માનવસમાજમાં દૃઢ થઇ ચુકેલો જ છે. અને તે એ કે સત્ય એટલે આપણી ધર્મબુદ્ધિ અને અંતરના અવાજ પ્રમાણેનું વર્તન. ભૂતદયા અને સત્યના આચરણ મારફતે જ મનુષ્યને સાચું સામર્થ્ય અને સાચી સંપત્તિ મળી .શેક્સપીઅરે એના સુપ્રસિદ્ધ નાટક “હેમ્લેટ” માં પુલોનીઅસ પાસે એના પુત્ર ને આપેલી આચારસંહિતતા કહેડાવ્યું છે.
“To thine own self be true,
it must follow, as the night the day,
Thou canst not the be false to any man“
પુલોનીઅસના આ વચનોમાં આપણા જીવન વ્યવહારમાં સત્યની અંતર ના અવાજના સત્યને ઓળખીને ચાલવાની સમજૂતી દેખાય છે. અને લોન અંતઃકરણને જ સાચા રહીએ તો આપણે ક્યારેય અસત્યનું આચરણ કરીએ નહિ અને એ સત્ય જો માનવ સમાજના વ્યવહારની ચાવી બને તો જીવન સુંદર બને, જીવનનો વ્યવહાર સ્વચ્છ બને.