અમૃતધારા 18-06-1984

સમાનભાવ :

સમાન ભાવ મનુષ્ય જીવનનો આદર્શ છે. જીવન વ્યવહાર નો એ મંત્ર છે. સમાન ભાવનો સાદો અર્થ એ થાય કે વ્યક્તિ જેવો વ્યવહાર પોતાની સાથે કરે એથી આગળ વધી પોતાના વહાલા જાણો સાથે કરે એવો જ વ્યવહાર અન્ય સૌની સાથે કરે. આવા વ્યવહાર માં વ્યવહાર ની જ ભૂમિકા છે તે ભૂમિકા માં સમાન ભાવ રહેલો છે. આ વ્યવહાર માં સમજદારી હોય, ન્યાયબુદ્ધિ હોય અને સમભાવ હોય. અને તેથી જ આપણા શાસ્ત્રકારે ‘આત્મવત સર્વભૂતેષું’ નો મંત્ર આપ્યો. સામાન્ય રીતે મનુષ્ય ના વ્યવહાર માં પોતાના પ્રત્યે, પોતાના ઇષ્ટ કે પ્રિયજનો પ્રત્યે અમુક પક્ષપાત રહે છે. એવો પક્ષપાત અમુક મર્યાદા માં ક્ષમ્ય અને સહ્ય છે. પરંતુ એ પક્ષપાત માણસ ને આંધળો બનાવી બીજા પ્રત્યે ક્રૂર બનાવે, અન્યાય આચરતો બતાવે જનુની બનાવે તો એમાંથી મનુષ્યત્વ ઓછું થઇ જાય છે. સમાન ભાવ ની ભાવના એ જૂની પણ છે અને નવી પણ છે. માકર્સ ના ઉદય સાથે એ પ્રબળ બની છે અને માણસ માણસ રહેતો નથી.

સમાન ભાવ ની પહેલી ભૂમિકા તો સામાજિક વ્યવહારમાં રહેલી છે. ચડતી ઉતરતી ભાંજણીવાળા અને અનેક ન્યાયો-પેરાન્યતોનાં વર્તુળોમાં વહેંચાયેલા આપણા સમાજ માં આપણો વ્યવહાર સમાન ભૂમિકા નો રહ્યો નથી. આત્મવત સર્વભૂતેષુ કહેનારા સમાજ માં ઊંચનીચ ની ભૂમિકા એ રહેલા માણસો એ એકબીજા ઉપર ઘણા અત્યાચારો કાર્ય છે. અસ્પષ્ટતા, શોષણખોરી જેવાં દર્પણો આપણા સમાજ મમતે કલંક રૂપ બન્યા છે. ગુલામો રાખવાની પ્રથા પણ એવું જ કલંક હતું. માનવી માનવી ને ગુલામ બનાવી પશુ જેમ રાખશે.

આપણે ત્યાં ઊંચનીચ ના ભેદો જન્મના અકસ્માતો માંથી ઉભા થયા છે. આપણે ત્યાં શ્રમ નું અને કામ નું મહત્વ અને દરેક પ્રકાર ના કામ નું ગૌરવ સ્વીકારાયુ નથી એથી પણ ઊંચનીચ ના ભાવો વધ્યા છે અને તેથી સમાન ભાવ નું વલણ ઘટ્યું છે. આ બાબત માં આપણું શિક્ષણ પણ નકામું નીવડ્યું છે. ભણેલા માણસો પણ વ્યક્તિ ને આ કે તે ન્યાય ના સભ્ય તરીકે સ્વીકારે છે અને માણસ ને માત્ર માણસ તરીકે સ્વીકારતો નથી. એનાથી આગળ જઈ ધર્મ નો ભેદભાવો થી અને એમાંથી ઉભું થતા જનુન થી માણસ ઘેરાતો રહ્યો છે. આપણી આ વેદના સુજનજુની છે.

મહાભારત ના કર્ણની આજ વ્યથા છે. સુત હોય કે સૂતપુત્ર હોય પણ તેથી એનો પુરુષાર્થ ઉતરતો થતો નથી. છેવટ પર્યંત એ પોતાનો અધિકાર સ્થાપવા માટે પોતાનું જ છે તે પામવા માટે મથતો રહ્યો છે. સમાનભાવ ના અભાવ ના કારણે વ્યક્તિ ને શું શું સહન કરવું પડે છે તેનું સાચું પ્રતીક કર્ણ છે,તેનું જીવન જેટલું ભવ્ય છે એટલુંજ એનું જીવન કરું છે. ઉમાશંકર પ્રાચીનમાં કર્ણની પાસે કહેવડાવે છે: “સ્થાપીશ વ્યક્તિત્વ ની વીરતા હું સુજન્મના પિતૃક લાભ મળશે”.

માણસ બીજા માણસ ને સમજતો નથી સમજવાની કોશિશ પણ કરતો નથી એમાંથી ઘણા અન્યાયો સર્જાયા છે. આ વાતનું નિદર્શન ધૂમકેતુ ની ‘પોસ્ટઑફિસ’ ની વાર્તા સરસ રીતે કરી છે. વિદેશ માં વસતી પોતાની પુત્રી ની ટપાલ ની રાહ જોતા આલે ડોસા ને પોસ્ટમાસ્ટર સમજી શકતો નથી અને તેથી એની મજાક ઉડાવે છે. પણ જયારે એની વેદના માંથી એને પોતાને પસાર થવું પડે છે ત્યારે એને એ વેદના ની ખબર પડે છે, એ વેદના એને સમજાય છે. સમાનભાવ ધારણ કરનાર માણસ આવા અન્યાયો ના આચરણ માંથી બચી જાય છે.

વસુધૈવ કુટુંબક્મ ની આપણી ભાવના આમ તો સુંદર છે એન્ડ પ્રાચીન છે છતાં એનું આચરણ વીતેલી સદી ઓ માં અપને કરી શક્યા નથી અને આજે પણ કરી શકતા નથી અને એમાંથીજ આજ ના ઉત્પાતો સર્જાયા છે. છેલ્લા પચ્ચીસ વર્ષ ની વિજ્ઞાન પ્રગતિ એ એક વાત તો એ સિદ્ધ કરી બતાવી છે કે આ અખિલ બ્રહ્માંડ માં માણસ એની માર્યાદિત શક્તિ વડે ઘૂમે છે ત્યારે એ વ્યક્તિ મટી ને વિશ્વમાનવી બની જાય છે. માનવી ને નડતા બધા બંધનો ની પાર એ નીકળી જય છે અને જગતભર ની પ્રજા એ જ દ્રષ્ટિએ એને નિહાળે છે. આપણા સાહિત્યે આપણને દર્શાવ્યું છે કે માણસ માત્ર લાગણી ને કિનારે એક છે. લાગણી ની અનુભૂતિ માં બધા ભેદો પ્રભેદો ઓગળી જાય છે. આપનો આ અનુભવ જે ક્ષણિક છે તે ચિરસ્થાયી થાય, અપને માનવીને કેવળ માનવી તરીકે સ્વીકારીએ, આપણા જ સુખ દુઃખ છે, લાગણી છે તે એને પણ છે એટલું કાબુલીએ તો અપને સમાનભાવ કેળવી શકીએ. ‘મરચન્ટ ઓફ વેનિસ’ નો શાવ્યલોક અસમાનભાવના વર્તન નું પ્રતીક છે.

આપનો વ્યવહાર સમાનભાવના પાયા ઉપર જ નિશ્ચિત કરવાની જરૂર છે. સર્વોદય, સામ્યવાદ કે સમાજવાદ – એ બધા ના પાયા માં એ જ ભાવ રહેલો છે. પણ આપણા વિના એ બધા જ પોલ રહેવાના છે.

Copyright © 2023 K.C.Mehta. Developed by Gatisofttech