અમૃતધારા
- Home
- બ્લોગ
- અમૃતધારા
સાહિત્ય એ માનવજીવન નું અમૃત છે. આપણી સંસ્કૃતિ ના ઉગમહાલ થી સાહિત્યે માનવજીવન ને સમૃદ્ધ કરી જીવન ના વિવિધ પાસાં ઓ નું રસમય દર્શન કરાવ્યું છે. વેદ ની ઋચા ઓ, ઉપનિષદ ના કાવ્યો, આપણા પુરાણો માં વહેતી ભક્તિ ની સરિતા એ સૌકાઓ સુધી સિંચન કરી જીવન ને હરિયાળું રાખ્યું છે.એ જ અર્થ માં કવિ ને આર્ષદૃષ્ટા કહ્યો છે. આંગલ કવિ શેલી એ કવિ ને પયગંબર ની સાથે સરખાવ્યો છે, તે આ જ અર્થ માં.
સાહિત્ય ની વ્યાખ્યા વિવિધ હોઈ શકે પણ આપણે સાહિત્ય ને સમજવા માટે એની એક કામચલાઉ વ્યાખ્યા બાંધીએ. સાહિત્ય એટલે ‘વાણી માં રસ નું સર્જન’. વાણી એનો બાહ્ય દેહ-પુદ્ગગલ છે અને રસ એનો આત્મા છે. ઉપલક દ્રષ્ટિ એ વિચારીએ તો જીવન જીવવા માટે સાહિત્ય ની જરૂર નથી પડતી. જીવન જીવવા માટે તો હવા પાણી ખોરાક અને કપડાં ની જરૂર છે, ક્યારેક દવા ની જરૂર છે. પણ એ અર્થ માં સાહિત્ય ની જરૂર રહેતી નથી. ક્યારેક વસ્તુ પ્રત્ય થી રેલે આપણા જીવન માં ભાગ ભજવતી નહિ દેખાતી હોય ત્યારે તે પરોક્ષ રીતે આપણા જીવન માં ભાગ ભજવે છે કે નહિ તે વિચારવું જોઈએ. સાહિત્ય આમ પરોક્ષ રીતે આપણા જીવન માં ભાગ ભજવે છે.
માતા જયારે પોતાના બાળક ને હાલરડું ગાય છે ત્યારે એ બાળક ના પારણાંને સોને રૂપે મઢાવા ની વાત કરે છે, ચાંદા સુરજ એને ગજવે ઘાલવાની વાત કરે છે. માતા આમ ગાઈને હસ્પિને શું કરે છે? માતા વાણી માં રસ નું સર્જન કરે છે. આ રસ ના સર્જન થી પોતે આનંદિત થાય છે અને પોતાના બાળક ને આનંદિત કરે છે. સાહિત્ય નું પ્રથમ કાર્ય આનંદ આપવાનું છે.
આપણા સમાજ માં હજી પણ લગ્નો પરંપરાગત રીતે જ થાય છે. છતાં આપણા લગ્ન ગીતો કેટલા સુરંગી છે. એ લગ્નગીતો માં કન્યા ને વાર ઉપર મોહિત થયેલી અને વાર ને કન્યા ઉપર મોહિત થયેલો રજુ કરવામાં આવે છે. કેમ જાણે સ્નેહલગ્ન જ થતા ના હોય. સાહિત્યનું બીજું કાઈ સામાન્ય વસ્તુ ને અસામાન્ય બનવાનું છે.
આપણે ત્યાં દળતી વખતે, પાપડ ખાંડતી વખતે, ટીપણી કરતી વખતે સ્ત્રી ઓ ગીતો ગાય છે. કૉસ ચલાવતી વખતે ખેડૂત ગીતો ગાય છે. શ્રમ નું કામ કરતી વખતે મજૂરો ગીતો ગાય છે. આમ ગાઈ ને આ સૌ પોતાનો ધાક ભૂલવા માંગે છે. સાહિત્ય ત્રાસદાયક કામો ને હળવા બનાવે છે. જીવન નો થાક અને કંટાળો ભુલાવવા માં પણ સાહિત્ય ઘણી મોટી સહાય કરે છે.
જીવન ને નવેસર થી જોવાની દ્રષ્ટિ પણ સાહિત્ય આપણને આપે છે. કોઈ ચિત્ર ને એના સાચા પરિપ્રેક્ષ્યમાં જોવા આપણે. કોઈ કોણ પસંદ કરવો પડે છે. સાહિત્ય આપણને જીવનથી સહેજ દૂર લઇ જય એવો કોણ આપે છે જ્યાંથી અપને જીવન ને એના સાચા પરિપેક્ષ્ય માં જોઈ શકીએ.
અને છેવટે સાહિત્ય આપણને દર્શાવે છે કે માણસ માત્ર લાગણી ને કિનારે એક છે. જુદા જુદા ભાગોમાં વહેંચાયેલો આ માનવસમાજ જયારે મૂળભૂત લાગણી ની વાત આવે છે ત્યારે લાગણી ને કિનારે એક બની જાય છે એમ સાહિત્ય અસર કૃતિઓ આપણને કહી જાય છે.
આજના જમાના માં સાહિત્ય નું અવમૂલ્યન થતું જાય છે. સાહિત્ય નું સ્થાન આજે રાજકારણે અને અર્થ કારણે લઈને માનવજીવન ને વેરાન બનાવી મૂક્યું છે. માનવી ની લાગણી કુંઠિત અને બુઠ્ઠી બની છે. આપણા જેવા બિનસાંપ્રદાયિક દેશ માં સાહિત્ય નું પરિશીલન ધર્મ ની કક્ષા એ થવું જોઈએ. સાહિત્ય માનવ સંસ્કાર અને લાગણીઓ ને સમજવાની બાબત માં ધર્મ નો સાચો પર્યાય બની શકે છે.