Radio Talk on the eve of Centanary Celebration by Dr. BA Parikh, Naresh Kapadia and Kashyap Mehta on 12.07.2022
આપણી સમિતી નો રેડીઓ અહેવાલ શ્રી નરેશભાઈ કાપડીયા દ્વારા
Video
આચાર્ય કે. સી. મહેતા શતાબ્દીપર્વ પૂર્ણાહુતિ સમારોહ - આચાર્યશ્રી કે. સી. મહેતા શતાબ્દીપર્વ સમિતિ દ્વારા શતાબ્દીની પૂર્ણાહુતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન રૂપે વિખ્યાત સાહિત્યકાર રઘુવીર ચૌધરી અને અતિથિવિશેષ રૂપે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખશ્રી પ્રકાશ ન. શાહ પધાર્યા હતાં. આ પ્રસંગે કે. સી. મહેતાની સ્મૃતિમાં ‘કેમે ના લોપાય સ્મરણથી’ સ્મૃતિગ્રંથ અને www.kcmehta.in વેબસાઈટનું લોકાર્પણ થયું હતું. માણો એ સમારોહનું રેકોર્ડિંગ. ૧.૪૪ કલાક.
આચાર્ય કે. સી. મહેતા શતાબ્દી પર્વ - ‘મહેતાસાહેબ અને હું’ સુરતની એમ.ટી.બી. આર્ટસ કોલેજના પૂર્વ આચાર્ય અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પૂર્વ મંત્રી કે. સી. મહેતાની જન્મ શતાબ્દીની ઉજવણી સમિતિ દ્વારા તા. ૧૪ જુલાઈ, ૨૦૨૨ની સાંજે એમટીબી આર્ટસ કોલેજના કેસી મહેતા સેમિનાર હોલમાં યોજાયેલા કાર્યક્રમ 'મહેતાસાહેબ અને હું' માં ડૉ. બી. એ. પરીખ, ડૉ. વિજય શાસ્ત્રી, ડૉ. હિમાંશી શેલત, ડૉ. શરીફા વીજળીવાળા, જયપ્રકાશ મહેતા અને સુપુત્ર કશ્યપ મહેતાએ આપેલાં વક્તવ્યો માણો.