રેડિયો-ટૌક 04-01-1980

માનવી માનવ :

કવિ શ્રી. સુન્દરમે 1933 માં પ્રગટ થયેલી એમની ‘કાવ્ય મંગલા’ માં ના ‘માનવી માનવ’ કાવ્ય માં લખ્યું હતું :

” મનુષ્ય જન્મ્યો મરતાં સુધી હું,
હતો ખરો હું માણસ બની રહું,
જ્યાં પાય મારા તહીં શીષ મારું,
જ્યાં દેહ મારો તહીં હૈયું મારું,
વસુંધરાનું વાસુ થાઉં સાચું,
હું માનવી માનવ થાઉં તો ઘણું.”

ગાંધીજીના ભારતમાંના પુનરાગમન પછી આપણા સાહિત્યકારોનું અને વિચારકોનું ધ્યાન માનવી ના માનવપણા તરફ દોરાયું. 1930 પછીના લગભગ દોઢ દાયકા સુધી આપણા વિચારકોની વિચારણા માનવકેન્દ્રી રહી. 1930 પછી નો આખો યુગ પ્રજાચેતનના ઉટફુલનનો યુગ હતો. આ ઉટફુલન માં પણ માનવી ભુલાયો નહોતો. ગુલામીની બેડીઓ આપણને સાલતી હતી અને ગુલામીની વેદના હૃદય ને સારી નાંખતી હતી છતાં સમગ્ર પ્રજા નિરાશ નહોતી બની.સ્વતંત્રતા પ્રાપ્તિ ની યુયુત્સાના રણશિંગા ફૂંકાતા હતા ત્યારે પણ માનવી માટે ના ઉન્નત અને સમૃદ્ધ જીવન ની અનેકવિધ શક્યતાઓ આપણા દ્રસ્ટાઓ પ્રગટ કરતા હતા.માનવી માર્ટા ખાધેપીધે સુખી થાય, એનું બીજી ભૌતિક જરૂરિયાતો સંતોષાય એટલાથી જ એમને સંતોષ થાય એમ નહોતો. એમને તો માનવીને સાચો માનવ બનાવવો હતો. માનવ શબ્દ સાથે જ જ ગુણોની સમૃદ્ધિ સંકળાયેલી છે ને બધું જ એને વરે એવી એમની અભ્યર્થના હતી. અને પુરુષાર્થ પણ હતો.

પ્રકૃતિ ની શાશ્વતી લીલા તો એમને એમને ગમતી જ હતી અને એ લીલામાંથી પ્રેરણાના પણ પીને એમને પોતાની જીવન સમૃદ્ધિ મેળવી હતી છતાં પ્રકૃતિ કરતા પણ એમને માનવઉર ની સમૃદ્ધિ ની વધારે ઝંખના હતી. એટલે તો ઉમાશંકર એ કહ્યું હતું :

” મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.”

માનવીની આ માનવ સમૃદ્ધિની અભિલાષાને કેન્દ્રમાં રાખીને આપણા કવિઓ એ ફિલસૂફો એ સ્વાંતંત્ર્ય સંગ્રામ ના સેનાનીઓએ અને જીવન ના નાના મોટા ક્ષેત્રો માં કામ કરનારા સેવકો એ પોતાની વિવિડગે પ્રવૃતિઓ પ્રારંભી અને ચાલુ રાખી. ગાંધીજી ના પભાવ ની આ વિધાયક અસર હતી. માનવી ને માનવ કરવાના માટે સૌ કોઈને કટિબદ્ધ થવાનો એમની મંત્ર હવામાં ચોગરદમ ઘૂમટો હતો.

ગાંધીયુગ માં માનવી નું માનવપણું પ્રમાણ માં સારું એવું ટકાઉ હતું. માનવી છેક જ સ્વાર્થરત, આત્મકેન્દ્રી નહોતો બન્યો અને છતાં આ મંત્ર ની ઉદઘોષણા એ યુગ માં થઇ હતી. આજે તો એ વાત દૂરના ભૂતકાળ ની બની ગયેલી લાગે છે. આજે તો માનવીને માનવ બનાવવા નો મંત્ર જ સદંતર વિસરાય ગયેલો લાગે છે.એક બાજુ માનવી પૂર્ણ બનાવ ને માટે અનેક પ્રકાર ના સાચા-ખોટા-આભાસી પ્રયત્નોમાં પડીને આજુબાજુની દુઃખી અને સંપૂર્ણ સમષ્ટિ ને વિસરી ગયો છે તો બીજી બાજુ જીવન ની સારપ ને ગાળી નાખીને અસારવાદી દ્રષ્ટિ થી જીવતો માનવી માનવપણા ની કૈક જુદી જ વ્યાખ્યા કરતો, જુદા જ પ્રકારના મૂલ્યોમાં શ્રદ્ધા રાખતો નવા ધ્યેયો અને નવા મંત્રો અપનાવતો થયો છે.

અસ્તિત્વવાદી અસારવાળી, વિચ્છિન્નતાવાદી દ્રષ્ટિમાં આજના ધમસાણમાં માનવીનું માનવપણું વિસરાતું ગયું છે. આજની આપણી કવિતા, આપણી વાર્તા, આપણી ફિલસુફી, આપણી કાર્યરીત તમામ આ વિચ્છિન્નતાની ફિલસૂફીથી પ્રેરાયેલા છે. વિધાયક જીવનપ્રણાલીને બદલે આજનું જીવન નકારાત્મક વલણ અપનાવતું થયું છે. એક બાજુ જુબા વહેમો નવા લિબાશ માં આવતા થાય છે અને માનવીનું શોષણ કરતા થયા છે તો બીજી બાજુ જીવ ઉપર આવી હાયેલો માનવી જીવણ ની સારપ ને અને એની ઉન્નત બાજુ ને પડકારીને એમાં શ્રદ્ધા ખોઈ બેસ્થઓ છે. આ બંને અંતિમોની વચ્ચે માનવ મનનો વિરાટ હિંડોળો ઝાકમ ઝોલા ખાય છે.

આ ઝાકમઝોલા માં માનવ શબ્દની આજુબાજુ વીંટળાયેલા અદભુત અને ભવ્ય લક્ષણો પણ ઝોલે ચડેલા છે. એ માનવીય લક્ષણો માંથી જ બુદ્ધ, સોક્રેટિસ, ઈસુ ખ્રિસ્ત અને ગાંધીજી ઉદ્ભવ્યા છે. એમાંથી જ મુદ્દા, નિખાલસતા, દયા, અહિંસા, બંધુતા, વીરતા અને સમર્પણની ભાવનાઓ જન્મી છે. આજના આ વ્યાધિગ્રસ્ત અને માનવતા વિસરી ગયેલા યુગ માટે ને શ્રદ્ધા માનવી ના આજ માનવપણામાં ફરી પ્રગટાવાની જરૂર છે. માનવશિષ દ્વિલોકને માપે કે ન માપે,એ પૂર્ણનું રહસ્ય પામે કે ન પામે પણ એ મનુષ્ય જન્મ્યો એટલે મરતા સુધી મનુ-જન્મનું ઋણ માનવસમાજમાં માનવપણું પ્રગટ કરવાના પુરુષાર્થ ઘ્વારા પૂરું કરી શકે એમજ આ યુગ માટેની શ્રદ્ધા છે.

Copyright © 2023 K.C.Mehta. Developed by Gatisofttech