શિક્ષણશાસ્ત્રી અને સાહિત્યકાર

એમની એ અખબારી કટારનો શબ્દશઃ ધાક હતો

-ભગવતીકુમાર શર્મા

સ્વર્ગીય તંત્રી-પત્રકારે શ્રી કાલિદાસ શેલત સાથે સદ્ગત આચાર્ય શ્રી કુંજવિહારી મહેતા નિકટના સંપર્કમાં આવ્યા હતા. સ્વ. કાલિદાસભાઈના તંત્રીપદ હેઠળ ત્યારે સૂરતમાંથી ‘પ્રતાપ’ નામનું સાંઘ્ય દેનિક ચાલતું હતું જે ચાળીસ-પચાસના દાયકામાં ખાસ્સું લોકપ્રિય હતું. સ્વ. કાલિદાસભાઈ પત્રકારત્વની સોરાષ્ટ્ર” સ્કૂલના પત્રકારે અને વળી કવિ નાતાલાલના ભક્ત આથી તેમની દીક્ષિત સાહેબની મંડળી વારંવાર મળતી તેમા મહેતા સાહેબ પણ ખરા. કાલિદાસભાઈ, દીક્ષિત વગેરે કાળદેવતાને આધીન થયા; અખબારી વિભાવનાઓ પણ બદલાઈ; સૂરતમાં નવાં અખબારો આવ્યાં, પરંતુ મહેતાસાહેબ અને ‘ગુજરાતમિત્ર’ નો સંબંધ અતૂટ રહ્યા. પ્રવીણભાઈ અને બટુકભાઈના નિઘન પછી મડેતાસાહેબનું “ગુજરાતમિત્ર” માં રૂબરૂ આવવાનું કંઈક ઘટયું. પહેલાં તો, મને યાદ છે કે એમ.ટી.બી. કૉલેજમાં રજા હોય એટલે સવારે સાડાદસ-અગિયારને સુમારે મહેતાસાહેબ, સ્વર્ગાય માણેક ગેઆરા, પ્રવીણભાઈ અને બટુકભાઈની મિજલસ જામે, હળવી-ગંભીર ચર્ચાઓ ચાલે, ચાના કપ ઠલવાય અને એમ કલાકેક પછી ડાયરો વિખરાય, વાતાવરણમાં ગુલાબી પ્રબુદ્ધતા પથરાઈ રહે.

મહેતાસાહેબે ‘ગુજરાતમિત્ર’ સાથેનો આ ભાવસબંધ અતૂટ રાખ્યો એટલું જ નહીં, તેને ભરતભાઈ રેશમવાળા, અવંતિકાબહેન, કેતકીબહેન, ચન્દ્રકાંત પુરોહિત અને મારા સુધી વિસ્તાર્યો. છેલ્લાં પચીસેક વર્ષમાં મહેતાસાહેબના સ્નેહ અને વાત્સલ્યનો ઘણોઅભિષેક મારા પર થતો રહ્યો અને તે માટે હું સદ્દગતનો આજન્મ ઋણી રહીશ. મહેતા સાહેબ અચ્છા માણસપારખુ હતા. એકવાર કોઈ માણસ અને તેનું કામ તેમના મનમાં જચી-વસી જાય તો પછી તેઓ તેના પ્રત્યેના ભાવને કદી કરમાવા ન દેતા. તેમની મનુષ્યપરખ ભાગ્યે જ ખોટી નીવડી હશે. જેમ તેઓ ઉત્કટ ગમા તેમ તીવ્ર અણગમાના માણસ પણ હતા. અણગમતી વ્યક્તિઓ પ્રત્યેની અરુચિને તેઓ કદી છુપાવતા નહિ. તેમાં પણ તેમની મનુષ્યપરખશક્તિ યથાર્થ ઠરતી. મને તેમના ગમાનો જ સતત અનુભવ થતો રહ્યો તેને હું મારુ સદ્દભાગ્ય લેખું છું. કોઈ વ્યક્તિ, તેનું કામ, ગુણો તેમને સ્પર્શી જાય તો પછી તેની પ્રશંસા કરવામાં તેઓ કદી દિલચોરી ન કરતા. ખુશામત તેમના સ્વભાવમાં મુદ્લ નહોતી, પણ તેમનાં કેટલાંક અણનમ શ્રદ્ધા કેન્દ્રો હતાં અને તેનું તેમણે નિરંતર જતન-સંવર્ધન કર્યું. કડવું બોલી શકતા કુંજવિહારીભાઈ, કટાક્ષો કરવામાં પાછા ન પડતા. પરંતુ જ્યાં સ્તેહ-સદ્દભાવ ત્યાં તેઓ સફળતાથી ઓળઘોળ થઈ જતા.

આવા પરિપ્રક્ષ્યમાં “ગુજરાતમિત્ર’માંની તેમની ‘શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ એ સાપ્તાહિક કટારનો વિચાર કરવો જોઈએ. દર મંગળવારે નિયમિતતાથી સાડાત્રણેક દાયકાઓ સુધી પ્રગટ થતી રહેલી એ કટાર. પ્રારંભે તો મહેતાસાહેબે ‘સમાલોચક’ ના ઉપનામથી લખી, પરંતુ આ ‘સમાલોચક’ તે કુંજવિહારી મહેતા જ એ વાત કાંઈ ઝાઝી કે લાંબો સમય અછતી રહી શકી નહોતી. પછી મહેતાસાહેબે પ્રવીણભાઈ અને બટુકભાઈના આગ્રહથી એ કટાર ઉપનામને બદલે સાચા નામ સાથે જ લખવાનું નકકી કર્યું, અને મને યાદ છે કે નામ સાથે તેમણે જે પહેલી કટાર લખી તેમાં તે વિશેની સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. મને આનંદ એ વાતનો છે કે મેં વર્ષો સુધી એ કારનું પ્રૂફરીડિગ, શીર્ષક-સજાવટ વગેરે હોંશેહોંશે કર્યું. નિયમિતતા અને શિસ્તપાલન એ મહેતાસાહેબ ને જીવનના અતિ આગવા ગુનો હતા. તેમાં કદી રજમાત્ર ચૂક થાય જ નહિ. તેમના આ ગ્યૂનો લાભ તેમની એ કટાર ને પણ મળ્યો હતો : એ અર્થ,આ કે મંગળવારે સવારે ‘ગુજરાતમિત્ર’ માં પ્રગટ થનારી એમનું કટાર માટે નું મેટર અચૂક શું કે શનિવારે મળી જ જાય.

એમાં મીનમેખનો ફરક ન પડે. મહેતા સાહેબ ક્યારેય એ, એમની કટાર લખવામાં ગુટલી મારી ગયા હોય, મેટર મોકલાવવામાં મોડા પડયા કે ફરીથી લખું છું એવું એક પણ વાર બન્યું નથી. કોઈક તહેવાર ને કારણે ‘ગુજરાતમિત્ર’ નો મંગળવારનો અંક બહાર ન પડ્યો હોય, પરિણામે મહેતા સાહેબની કેરેટ ન છપાઈ હોય એ જુદી વાત, પણ તે સીવટ તો મંગળવાર નું ‘ગુજરાતમિત્ર’ અને ‘શિક્ષણ અને સંકર ની સમસ્યાઓ’ પરસ્પર ના પર્યાય બની ગયા હતા – વર્ષોનાં વર્ષો સુધી. મહેતા સાહેબ ઘણું ખરું બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસ ની પડીઓન કાગળોની પાછલી કોરી બાજુ એ લખતા. એ કાગળો હંમેશા અડધેથી ફાડેલા હોય. ભૂરી સહી અને સુવાચ્ય અક્ષરોમાં મહેતા સાહેબનું લખાણ લખાયેલું હોય.એમાં પણ કોઈ મીનમેખ નહિ.

સંબંધકર્તાઓને એ પ્રહારો વાગતા અને ખૂંચતા યે ખરા, પણ મહેતા સાહેબનો પ્રભાવ એટલો પ્રબળ અને એમનું સાચદિલપણું એટલું સદ્ધર કે તેમની સામે વિવાદ-વિરોઘનો વંટોળ જગાવવાનો ભાગ્યે જ કોઈ હિંમત કરી શકતું. લોકપ્રિય તો ઘણી કટારો હોય છે નીવડે છે. તીવ્ર વિચારાન્દોલન અને સાથે જ વિવાદ-વંટોળ જગાડનારી કટાર પણ કોઈક કોઈક હોય છે, પરંતુ જેનો શબ્દશઃ ઘાક હોય એવી મારા જોવા વાંચવામાં તા આ એક જ કટાર આવી અને તે ડુંજાવિહારી મહેતાની શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’. હું તો મહેતાસાહેબનો વિદ્યાર્થી નથી. મેં સાંભળ્યું છે કે આચાર્યશ્રી કુંજવિહારી મહેતા કૉલેજના કેમ્પસ પર નીકળે અને સાથે તેમની આંખ ફરે અન હોઠ ભિડાય કે તરત તોફ્ષનીમાં તોફાની વિદ્યાર્થીઓ પણ ઘૂજી જાય અને આઘાપાછા થઈ જાય. એવો એમનો કડપ હતો. બરાબર આવું જ તેમની આ કટાર પરત્વે બન્યું હતું. એ કટારનો દક્ષિણ ગુજરાતના શિક્ષણક્ષેત્ર પર એક ચોકકસ પ્રકારના કડપ હતો, પણ એ કડપના પાયામાં સાત્વિકતા, સાચદિલપણું અને નિઃસ્પૃહતા હતાં. કટાર દ્વારા કોઈ અંગત લાભ ઉઠાવવાનું કે પોતાનો જયજયકાર ગજાવવાનું તેમણે કદી કલ્પ્યું યે નહોતું, બાકી કટારોના એવા ઉપયોગનાં દષ્ટાંતો પણ હવે શોધવા જવું પડે તેમ નથી. સીધેસીધી લોકહિતની જ વાત. જનસાધારણના શ્રેય સાથે પ્રત્યક્ષ અને પ્રગાઢ નિસ્બત: આ જ મહેતાસાહેબની કટારચર્ચાના ઉદ્દેશો. અને એ ઘણે અંશે ફળીભૂત થયા. કુંજવિહારી મહેતા વિશે એમ કડી શકાય કે તેઓ માણસ હતા. જીવનમાં તેમ સમાજમાં લઘરાપણું, અસ્તવ્યસ્તતા, શૈથિલ્ય ઈત્યાદિને તેઓ કદી સાંખી કે ચલાવી શક્તા હિ. તેમની કટારની પણ એ જ ધાર હતી : શિક્ષણ, સમાજ, સંસ્કાર, સાહિત્યઆદિ ક્ષેત્રોમાંથી જડતા નિ્‌રુઘમ, અનિયમિતતાઓ, અતિરેકો, અવિવેક, ‘ગુણાપણું, અશિસ્ત ઈત્યાદિનું ઉત્મૂલન કરવું. એ અર્થમાં એ એક પૂરેપૂરી હેતુલક્ષી, ધ્યેયનિષ્ઠ અખબારી કટાર હતી. તેમાં નિજાનન્દી સ્વૈરવિહારતી લક્ઝરીને કશું સ્થાન ન હતું. વાણીવિલાસને મડેતાસાહેબે કદી અભિપ્રેત ન લેખ્યો. હંમેશા મુદ્દાસરનું લખ્યું. અનાવશ્યક લંબાણનો પ્રશ્ન તેમની કટાર માટે કદી ઉદ્દભવ્યો જ ત્ઞઠિ. ક્યારેક વધારે પડતી અકળામણ ત્યાં વ્યક્ત થતી, પરંતુ તેના પર કાતર ચલાવવાનુ તો અમે વિચારી જ « શકીએ. ક્યારેક તેમના લખાણમાં આલોક કરતાં અગ્નિ વધારે અનુભવાતો, પરંતુ તેની પાછળની તેમની નિષ્ઠા અને નિઃસ્પૃહતા તો સદૈવ શંકાથી પર રહેતી. સાચકલાઈ એ મહેતાસાહેબના જીવન તેમ લેખનનું પાયાનું તત્ત્વ હતું.

કેટકેટલા વિષયો પર તેમણે લખ્યું! મૂળ નવસારી નિવાસી, પણ પછી સૂરતને જ તેમણે પોતાનું ઘર બનાવ્યું, પરંતુ સૂરતી જીવનનાં શૈધિલ્ય, પ્રમાદ વગેરેના તેઓ મુદ્લ પ્રશંક ન હતા. સૂરત ભૌતિક વિકાસ સાધે તે સાથે તેની ગુણસંપત્તિ પણ વધે તેવી તેમને સતત ખેવના રહી અને એ ખેવનાનાબળે તેમણે સૂરત વિશે આક્રોશાત્મક સ્વરે ખારસું લખ્યું.સંસ્થાઓ અને વ્યક્તિવિશેષો, ઘટનાવિશેખો અને પ્રશ્તવિશેષો વિશે તેમણે ઘણીવાર આક્રોશથી, તટસ્થતાથી, ક્યારેક લાગણીના પ્રવાહમાં ઝબોળાઈને વર્ષો સુધી લખ્યું. અખબારી પરિપરેલ્ય હોવાને કારણે તેમાં પ્રાસંગિકતા, સમસામયિકતા તો હોય જ, પરંતુ એ મર્યાદાને અતિક્રમીનેય તેમણે વારંવાર દીર્ઘજીવી, સત્ત્વશીલ લેખન કર્યું અને એ જ તેમની કટારચર્ચાની મોટી નિષ્પત્તિ છે, ક્ષણ અને સમયના દીર્ઘ પરિમાણ, ઉભયને તેમણે પોતાના શબ્દ દારા પૂરી નિસ્બતથી ભોગવ્યાં.

Copyright © 2023 K.C.Mehta. Developed by Gatisofttech