સૌના મિત્ર અને સાથી

સામાન્‍ય છતાં અસામાન્ય માનવી : કુંજવિહારી મહેતા

-રમેશ ઓઝા

શ્રી સતીશભાઈ પંડયાનું સૂચન થયું કે “ઈન્દુમૌલિ” સ્વ. આચાર્ય કુંજવિહારી મહેતા વિષે એક ખાસ અંક પ્રગટ કરવા માગે છે અને તે માટે મારે કંઈક લખવું. એમણે સ્વ. મહેતા સાહેબના વ્યક્તિત્વનાં અનેક પાસાંઓનો નિર્દેશ કરીને એમાંથી કોઈ એકની પસંદગી કરવા પણ કહ્યું, એટલે લખવાનું કામ કઠિન થઈ ગયું. એ વ્યક્તિત્વને એટલા બધાં પાસાં હતાં અને એમાનાં અનેકનો એટલાં બધાં વર્ષોનો થોડીવત્તી માત્રામાં પ્રત્યક્ષ પરિચય તેમ જ અનુભવ મનના ખૂણે ભંડારાયેલો પડયો છે કે એમાંના કોઈ એક વિષે લખવામાં એવું જ લાગે જાણે એક રેખાકૃતિ જે દોરવાની હોવા છતાં એ રેખાઓ અધૂરી, ખંડિત રહેવા દીધી છે, વળી એક લેખની મર્યાદામાં એમના વિષે અખિલાઈથી લખવાનું પણ શક્ય તથી. ત્રીજી વાત એ છે કે વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓનું એકબીજામાં એવું થયેલું હતું કે એકની વાત કરતાં બીજી બાજુએ સ્પર્શવાનું અનિવાર્ય બની જાય. આ પરિસ્થિતિમાં સંપાદક શ્રી સતીશભાઈએ નિર્દેશેલી શિસ્તની રેખા ભેળસેળ થાય કે ભૂંસાઈ જાય તેવું આ લેખ વિષે બનવા સંભવ છે.

તેઓ આજીવન અસાધારણ શિક્ષક રહ્યા અને એમનો પ્રથમ પરિચય શિક્ષકના રૂપમાં જ થયો. શિક્ષક રેહય રહ્ય અને શિક્ષક તરીકે જરા પણ ઊણા ઉતર્યા સિવાય એ શિક્ષણસંચાલક બન્યા. સાર્વજનિક સોસાયટીના માનદ્મંત્રી તરીકે પૂરાં તેત્રીસ વર્ષ સુધી કામ કરવું એ જેવી તેવી વાત «ત હતી. પણ મુ. મહેતા સાહેબે આટલા સુદીર્ઘ સમય સુધી શૈક્ષણિક વહીવટ સંભાળ્યો તે એ વાતનું પ્રમાણ પુરું પાડે છે કે એ પણ કાંઈ જેવા તેવા વડીવટકાર ન હતા. એમના અકાળ મૃત્યુ નિમિત્તે એમને શોકાંજલિ અર્પવા મળેલ સભામાં જસ્ટિસ ડી.એ. દેસાઈએ યોગ્ય રીતે જ કહેલું કે છેલ્લાં તેત્રીસ વર્ષનો સોસાયટીનો ઈીતેહાસ અનિવાર્યપણે ડુંજાવેહારી મહેતાની જીવનકથા રૂપ બનવાનો. વહીવટી દક્ષતાનો એ તંતુ જુદી જુદી હેસિયતમાં યુનિવર્સિટી કક્ષાએ પણ લંબાયો. અનેક વિષયો પર ઘારાપ્રવાડે બોલનારા અને શ્રોતાવૃન્દનું સંમોહન કરી શકનાર વક્તા હોવા સાથે અમની લેખન પ્રવૃત્તિ પણ એટલી જ અસ્ખલિત રૂપે મૃત્યુ પર્યત ચાલી. આજે ચાર વર્ષે ભાઈ કશ્યપે તો ગમે તેમ મન કઠણ કર્યું છે. મુ. લીલાબહેનની સમતા અને સહનશીલતાને નમન કરવાનું મન થાય. અને છતાં બહેન સ્વાતિની આંખનાં આંસુ આજે પણ સુકાતાં નથી એ જોઈ એ કેવા કુટુંબવત્સલ વડિલ હતા તેની કલ્પના થઈ શકે. એ એવા પારકી રાતના જાગતલ હતા કે શાબ્દિક રીતે અરઘી રાતે કામ પડે તે મહેતા સાહેબને કહ્ય હોય તો એ વ્યક્તિગત સગવડવે અવગણીને બીજાની ભેરે ચડતા. ગરીબ, દુઃખી, જરૂરતમંદ લોકો માટે એમના ઘરનું બારણું હંમેશા મોકળું ઉઘડેલું રહે. કોઈની વીતક સાંભળીને મહેતા સાહેબની આંખના ખૂણામાં પાણીની ચમક ઊભરી આવતી તે જોઈ દેખાવ અને વાસ્તવિકતા ભેદની પ્રતીતિ થતી.

બહારથી કંઈક કઠોર-કરડાકી પણ લાગે તેવો દેખાવ કરીને માણસને માપતા આ માણસના હદયની ગજુતાએ આંતરિક રીતે હચમચી ઉઠેલા કે તૂટી પડવાની અણીએ આવેલા અસંખ્ય લોકોને જે સાંત્વના, સહાય અને હૂંફ આપી છે એની વાત કરતાં એક પુસ્તક ભરવું પડે. ગરીબ, દુઃખી માટેની હમદર્દી એમનામાં લગભગ વળગાડ ની હદે પહોંચે એટલી તીવ્ર હતી. આ કાંઈ એમણે કેળવેલી કે મેળવેલી વ્યક્તિતા ન હતી. આ જ એમનો સ્વ-ભાવ હતો. કુંજવિડારી મહેતાની કોઈ પણ ઓળખાણ મનુષ્ય તરીકેની એમની ઓળખાણ આગળ ગૌણ બની જાય એવી એમની મનુષ્યતા હતી. એનો અર્થ એવો તથી કે તેઓ મહામાનવ હતા. હતા તો એ સામાન્‍ય માણસ. સામાન્‍ય પરિવારમાં જ જન્મ્યા અને મોટા થયા. વિટંબણાઓ પણ વેઠી અને સ્વપુરુષાર્થે આગળ આવ્યા. પણ એમનામાં જે માત્તવીય ગુણો પાંગર્યા તેનું કારણ પણ આજ હતું કે સામાન્‍ય સ્તરતા કે ગરીબ માણસને જીવનમાં કેવા કેવા સંઘર્ષોનો સામનો કરવો પડે છે તેના એમને જાત અનુભવ હતો. સમાજના આવા મનુષ્યો સાથે એમનો લાગણીનો અનુબંધ સહજ રીતે થઈ શક્તો. એમણે પોતાનાથી બન્યું તે રીતે કેવા કેવા માણસોને કેવી કેવી વિપદાઓમાં સહાય કરી એનો વૃત્તાંત ઘણો લાંબો થઈ જાય. એટલું જ કહેવું પૂરતું થઈ પડે કે અનેક લોકો એમની સાથે જે આત્મીય ભાવ અનુભવી શક્તા તેની પાછળ એમની આ સહજ ચવતી માનવતા હતી. ઉપર કહ્ય તેમ તેઓ એક સામાન્ય પ્રકારના માનવી હતા. પણ એ કારણે બીજા લોકોને અંતર નહોતું અનુભવાતું બલ્કે એમની સાથે પોતાપણું અને નિક્ટતાનો ભાવ જાગતો. મને ઘણીવાર સામાન્‍ય મનુષ્યની આધ્યાત્મિકતા શામાં રહેલી છે તે વિચારતાં એમ લાગે છે કે કોઈનું અજાણ્યે પણ અહિત ન કરવાની ખેવના રાખવી, અન્યને કોઈ પણ રીતે સહાયરૂપ થવામાં જીવનની સાર્થકતા સમજવી, પોતાનાં પ્રાપ્ત સાંસારિક સામાજિક કર્તવ્યોને નિષ્ઠાપૂર્વક બજાવવાં, આવું આવું કરનાર માણસમાં પણ આધ્યાત્મિકતા જપ્રગટતી હોય છે. સ્વ.કુંજવિહારી મહતા બાહ્યરૂપે ઘાર્મિક હોવાનું જાણ્યું નથી. ઊલટું દાંભિક ધાર્મિકતા તેમ જ એવી ધાર્મિકતાનું પ્રદર્શન કરનારાઓ પ્રતયે એ હંમેશા આકોશ ઠાલવતા. ઈશ્વરનો પ્રગટ રૂપે ઈનકાર પણ નહિ કે એના અસ્તિત્વને પૂરવાર કરવાનો તાર્કિક વ્યાપાર પણ નહિ એવું એમનું વલણ જોવામાં આવતું. ઘરમને નામે આડંબર કે ઉધમાતોના એ સખત ટીકાકાર હતા. સૂરતમાં રેશનાલિસ્ટ પ્રવૃત્ત શરૂ થઈ તેમાં એમનાં કેટલાંક વૈચારિક વલણો અને એમના લેખો સંચાલક બળ બની રહ્યાં એ જાણીતી વાત છે. અને છતાં એમનામાં પૂરા કસની આધ્યાત્મિકતા હતી એવી મૈં પ્રતીતિ કરી છે. એમની આ આધ્યાત્મિકતાને સમજવા આપણે ચીલાચાલુ વ્યાખ્યાઓના ચોક્ઠામાંથી બહાર નીકળવું પડે એટલું જ. ફરી દોહરાવું કે તેઓ અસામાન્ય પ્રકારના સામાન્‍ય માનવી હતા. ઘણીએ મનુષ્ય સડજ નિર્બળતાઓ એમનામાં ્તહોતી એમ તંઠિ. એ જલદી ગુસ્સે થઈ જતા. એમના રોષનો તાપ જીરવવો દુષ્કર હતો. એમનામાં ઘરે કરી ગયેલા કેટલાક પૂર્વગ્રહો હતા અન તે વાતવાતમાં વ્યક્ત પણ થતા. એમના વ્યક્તિઓ પ્રત્યેના ગમાએણગમા હતા જ એસી જા નહિ કહી શકાય. એઓ ઘણી વાતે જલદી દુભાઈ જતા, છંછેડાઈ જતા, રિસાઈ પણ જતા. કદાચ આ કારણે ઘણા લોકોના મનમાં એમના વિષે કેટલીક ગેરસમજો પણ ઊભો થતી. એ કારણે કયારેક લોકો એમને વિષે આકરાંઅકારાં વચનો પણ કહેતા અને તેની એમને જાણ પણ થતી. પણ એમના સહવાસ થકી એક વાત એ જોવા મળી કે એમના વિશે કઠોર-કડવું અને અઘટિત ટીકાભર્યું વલણ કે વર્તન કરનાર વ્યક્તિ પણ મુશ્કેલીમા એમની પાસે સલાહ, સહાય કે માર્ગદર્શન માટે આવે ત્યારે એઓ આ અંગત લાગણીઓને તત્ક્ષણ વિસરી જઈ આવનાર એ વ્યક્તિને પણ જે રીતે બને તે રીતે સહાયરૂપ થતા. સેંકડો કિસ્સાઓમાં એમની આ અસાધારણ વ્યક્તિમત્તાના સાક્ષી બનવાનું થયું છે, અન એ જ એમની સામાન્ય માણસની આધ્યાત્મિકતા હતી એવી મને પ્રતીતિ થઈ છે.

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના એ મંત્રી હતા અને એ હેસિયતમાં દરેક વખતે દરેકને ગમે તેવા નિર્ણયો લવાનું એમને માટે શકય ન હતું. પણ આવા લોકોને પણ તત્કાળ ભલે ગમે તેટલું એમનું વલણ અપ્રિય લાગ્યું હોય, સમય જતાં એ વ્યક્તિ ફરી એમની જ પાસે મદદ માટે આવવામાં સંકોચ કે સંદેહ ક્યારેય રાખતી નહિ. જો કોઈની સાથે ઉગ્રતા પણ થઈ જાય તા એવી ઉગ્રતાને બ્રેકિંગ પોઈન્ટ સુધી પહોંચવા ન દેવાની એમની કુનેહ અદ્દભુત હતી. અને એમ કરવામા કોઈ વાણિયાઈ વ્યવહારુ શાણપણથી એ પ્રેરાતા હતા એમ નહિ, પણ આવી ક્ષણિક લાગણીની નિરર્થકતા અમને તરત સમજાઈ જતી. છટેલું તીર કોઈને ઘાયલ કરી નાખે તે પહેલાં એને પાછું ભાથામાં મૂકી દઈને એ માણસોને જીતી શકતા. વિશેષતા તો એમની એ હતી ક એ ક્ષણિક લાગણીના આવેશની કોઈ અસર ત્યાર પછી એમના વ્યવહારમાં કે અભિગમમાં રહેતી નહિ. અને એની જો કોઈ અસર રહેતી તો તે એટલી જ કે આવી ક્ષણિક માનવીય ક્ષુલ્લક વૃત્તિમાં વહી જવા બદલ આત્મ ઉપાલંભતતી, પોતાના વ્યવહાર પર પોતે જ નારાજ થવાની.

આજે એ વ્યક્તિ સદેહે નથી.પણ એની સ્મૃતિ ઝંખવાતી નથી. એમને હજારો લોકો પ્રેમપૂર્વક આજે પણ સંભાર છે અને સંભારતા રહેશે. એ જ તો કોઈ વ્યક્તિના જીવતી સાર્થકતા અને તેના મૃત્યુની મંગળમયતાનો માપદંડ છે.

કદાચ ઉમાશંકર જોષીએ એટલે જ કહ્યું છે કે…
મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઈ જીવું છું.

Copyright © 2023 K.C.Mehta. Developed by Gatisofttech