કુશળ વહીવટી કર્તા
- Home
- કુશળ વહીવટી કર્તા
-રમણ પાઠક “વાચસ્પતિ’
સ્વ. શ્રી કુંજાવિહારી મહેતાને મેં પહલવહલા ૧૯૪૦ મા , લગભગ જુલાઈના અરસામાં જોયા; તે ઉપર મુજબના ચૂંટણીપ્રચારના કાર્ડથી પ્રેરાઈને. પ્રસ્તુત નામ મને આકર્ષક લાગ્યું; એથી મિત્રોને મેં કહ્ય કે, “મારે આ કુંજ સી. મહેતાને જોવા છે” અને મિત્રોએ ચીંધ્યો, ઓફિસનાં પગથિયાં પાસેના સ્તંભને અઢેલીને ઊભેલો એક તતમણો નાજુક યુવાન-જોતાં જ આંખમાં વસી જાય એવો રૂપાળો. ત્યારે કોને ખબર કે આ નાનકડી કાયમાં, વિરાટ સ્વપ્નો ઘૂઘવતાં હશે? ત્યારેય આંખથી મહેતા સાહેબ સ્વપ્નદ્રષ્ટા સમજાય. કોને ખબર હતી કે, એમ.ટી.બી. કૉલેજની એ જૂના સ્થાપત્યની જે ભવ્ય ઈમારતના સ્તંભે પોતાની કાય ટેકવી આ નાનકડો-રૂપકડો યુવાન ખડો છે એ જ ઈમારતના છત્ર હેઠળની વિઘાસસ્થાનો તે શુભચક્રી શાસક તથા એની પ્રગાતિ-સિદ્દિનું એક મહત્ત્વનું સોપાન બની રહેશે? જવાબ જાણીતો જ છે કે, શ્રી કે.સી. મહેતા પછીના ગાળામાં જીવનભર સાર્વજનિક એજ્યુ. સોસાયટીના ચેતનવંતા તેમજ દષ્ટિવંતા મંત્રી રહ્યા અને એમ.ટી.બી. કોલેજના આચાર્યપદેથી જ નિવ્રુત્ત થયા.
તેઓના નિવૃત્તિકાળે મેં મારી કટાર ‘રમણભ્રમણ’ માં તેઓ વિશે લખતાં ઉપરના ચૂંટણીકાર્ડનો ઉલ્લેખ કરેલો; ત્યારે એક પોસ્ટકાર્ડ લખી, તેઓએ મને જણાવેલું કે, “હજી મેં પ્રસ્તુત કાર્ડનો એક નમૂનો સાચવી રાખ્યો છ.” હું તેઓ વિશે કયાંય પણ જરા ઉચિત લખું, એટલે આમ તેઓની પહોંચ (એકનોલેજમેન્ટ) આવે જ; જ્યારે અનુચિત ટીકા હંમેશા ગળી જાય, મૌન જ સેવે. જો કે મનમાં જરૂર રાખે અને ઘણીવાર તેઓની લોકપ્રિય કટાર “શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ માં તેજીલો જવાબ પણ વાળે. જો કે મારી બાબતમાં, સુખદ અનુભવ છે કે, તેઓએ મને હંમેશા ઉદારતાપૂર્વક માફ કર્યો છે અને મદદ પણ કરી જ છે. મનમાં યાદ અચૂક, પણ કડવાશ જરાય નહીં. સ્વ. કે.સી. મહેતા ન તો મારા સહાધ્યાયી, ન મિત્ર, ન તો અમારી વચ્ચે કોઈ એવો ગાઢ પરિચય. તેઓ કૉલેજમાં મારાથી બે વર્ષ આગળ. વળી અમારા સ્વભાવ વચ્ચે આભ-જમીનનું અંતર. તેઓને મારી રહન્સહનના “અસામાજિક” ઢંગ મુદ્લે પસંદ નહીં: તેઓ એક વ્યવહારદક્ષ, વહીવટકુશળ, ઠરેલ, વિચારશીલ, પુરુષ; જ્યારે હું અદકપાંસળી ને સાવ ઠેકાણા વગરનો તોફાની જણ ! છતાં મોંએથી તેઓએ કયારેય પોતાનો અણગમો વ્યક્ત કરી, મને અપમાનિત કર્યો નહીં ! ગજબનાં ઉદારતા, સહનશીલતા તથા વિવેક-સંયમ તેઓએ કેળવેલાં !
“ગ્રહો ય” કંઈક એવા જ પડેલા કે, મારે અનેક પ્રસંગે સ્વ. કુંજવિહારીભાઈની મદદની જરૂર પડી અને તેમણે અણગમો ભંડારીને પણ મને અચૂક સહાય કરી. જયંતભાઈ એટલે કે ડૉ. જયંત પાઠક કૉલેજમાં તેઓના સહ પ્રાધ્યાપક અને મને ખ્યાલ છે ત્યા સુધી, જયંતભાઈની આમન્યા તેઓએ જીવનભર જાળવી. મને મદદ કરવાની તત્પરતા પણ જયંતભાઈને કારણે જ, અર્થાત્ હું જયંતભાઈ મારફત જ મારી વિનંતિ પાઠવું. સ્વ. મહેતા સાહેબના નિવૃત્તિકાળે તેઓ વિશેના લખાણમાં મેં લખ્યુ કે, “ગેરકાયદેસર જણાતાં કામ કાયદેસર રીતે, કેવી રીતે પાર પાડવાં એ મહેતા સાહેબને બરાબર આવડે” જે વાંચીને તેઓ ખુશ થયેલા.
ખરેખર તેઓ એવા અતિકુશળ વહીવટકર્તા હતા જ. તો એ સંદર્ભે, તેઓના અમૂલ્ય ઉપકારો જ અત્રે સંક્ષેપમાં વર્ણવું : ૧૯૬૦માં અમે-હું અને સરોજ પાઠકસાવ બેકાર-નિરાઘાર બનીને સુરત બંદરે ઊતર્યા : એટલે જ ભાઈએ મહેતા સાહેબને વાત કરી કે, “આ બેકારોને કંઈક બેસવાની ડાળ કરી આપો !” ત્યારે સરોજ ફક્ત ઈન્ટર આર્ટસ્ પાસ, નોકરી માટે કોઈ ખાસ લાયકાત નહીં. પણ મહેતા સાહેબ જેઓનું નામ : અરજીમાંથી તેઓએ શોધ્યું કે, સરોજે હિંદીની કોવિદ પરીક્ષા પાસ કરી છે. અને તત્કાળ એને સાર્વ.સોસાયટી સચાલિત હરિપુરા હાઈસ્કૂલમાં હિંદી-શિલ્ષિકાની નોકરી તેઓએ આપી. અનને એમ અમારી સાવ ડિરેઈલ્ડ ટ્રેન ઠીકઠીક પાટે ચઢાવી આપી. મને યાદ છે ત્યાં સુધી, અ જ વર્ષમાં એમ.એ. થવા માટે હું એમ.ટી.બી. કૉલેજમાં પણ જોડાયો; ત્યારે તઓએ મને ફી-માફી ય કરી આપેલી… સરોજે પૂરાં ચાર વર્ષ સોસાયટીની ઉક્ત હાઈસ્કૂલમાં સેવા આપી. એ અન્ટ્રેઈન્ડ અને વળી સ્વભાવે બાલિકાવત્, છતાં કામ કડેડાટ ચાલ્યું; તે મહેતાસાહેબની ઉદાર નિગાહબાનીને જ આભારી.
પણ ગ્રહો એટલેથી જ છૂટયા નહીં : ૧૯૭૪માં વળી મારી પુત્રી ચિ. શર્વરી એ જ સોસાયટીની પી.ટી. સાયન્સ કોલેજમાં પ્રાધ્યાપિકા બની; જ્યાં આજ પર્યત એ છે. એની માંદગી, રજાઓ, પ્રસૂતિની રજા જેવા અનેક પ્રસંગોએ મૂઝવણો ઊભી થાય અને સ્વ. કુંજવિહારીભાઈ એમની વહીવટી દક્ષતા વડે, અચૂક કંઈક કાયદેસરનો, [નિયમસરનો ઉકેલ શોધી જ આપે. હું ય ૧૯૬૨ થી દક્ષિણ ગુજરાતમાં જ ગુજરાતીનો પ્રાધ્યાપક બન્યો અને વળી જીવનભર “હેડ ઓફ ઘ ડિપાર્ટમેન્ટ’ તથા દ.ગુજરાત યુનિ. બન્યા બાદ, એની બૉર્ડ ઓફ સ્ટડીઝનો સભ્ય તેમજ અમુક ગાળા માટે અધ્યક્ષ રહ્યો. મારી અવ્યવસ્થિત, ઉદાર (ઢીલી) તથા ‘“ગોટાળિયા’ (કૌભાંડના અર્થમાં નહીં) નીંતિરીતિ મહેતા સાહેબને મુદ્લે માફક નહીં. બીજી બાજુ, તેઓ યુનિર્વાર્સેટીના સંચાલનના પણ પૂરા જાણકાર અને કડક વહીવટકર્તાય ખરા. એટલે વારંવાર ગૂંચો ઉદ્દભવે. છતાં મહેતા સાહેબ ક્યારે ય મારી સામે મેદાને પડયા નહીં કે મારું અહિત થાય એવાં વાણી-વર્તન તેઓએ પ્રયોજ્યાં નહીં, હંમેશાં બચાવપક્ષમાં જ અડીખમ રહ્યા. એવું જ પરીક્ષાઓમાં પણ બને : અનેક પ્રસંગે અમે સહપરીક્ષકો હોઈએ, મારામાં “જીવદયા” પણ અનુચિત પ્રમાણમાં, એટલે વારંવાર મારે મહેતા સાહેબને કંઈક અરજ ગુજારવાની આવે, અને બહુધા તેઓ મારું વચન રાખે જ; અલબત્ત, ગેરકાયદે હોય એવા મુદ્દાને કાયદેસરનો બનાવીને જ, જીવનભર ક્યારેય અમારા ગ્રહો વકી’ થયા નહીં એનો લગભગ તમામ યશ સ્વ. કુંજવિહારી મહેતાને ફાળે, તેઓનાં ઉદારતા, સંયમ, સમજદારી તથા દક્ષતાને ફાળે જ જાય. ન કરવા જેવું કામ, તેઓ એક પણ શબ્દ કહ્યા વિના જ «ત કરે, એટલે મારેય ચૂપચાપ સમજી લેવાનું. આવું બધું જ કશાય ગાઢ પરિચય કે મૈત્રી વિના જ, કેવળ માનવતાને નાતે, વિધયાર્થીકાળના સ્વલ્પ પરિચયને પ્રતાપે અને મહદંશે તો જયંતીભાઈની આમન્યાને કારણે – બાકી આટઆટલી પરસ્પરતા છતાં, હું કદીય તેઓને નિકટતાથી મળ્યો નથી; આટલાં બધાં વર્ષ દરમિયાન, ભાગ્યે જ ચાર પાંચ વખત એમના ઘરે યા કાર્યાલયમાં મળવા ગયો હોઈશ; આટલા દીર્ઘ પરિચયકાળ દરમિયાન, અમે ભાગ્યે જ સો-બસો વાક્યોની મૌખિક આપ-લે કરી હશે. છતાં તેઓ ખાસ દિલથી મને જીવનભરનો ત્રણી બનાવી ગયા; જેથી હું રળિયાત છું.